Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો 'પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫ તેમજ પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને બેટી બચાવો બેટી પઢાવો યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડી કેન્દ્રો પરથી આપવામાં આવતા ટી.એચ.આર.(માતૃશકિત, બાલશકિત અને પૂર્ણાશક્તિ) પેકેટ અને શ્રીઅન્ન (મિલેટ્સ)નો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પોષ્ટિક ખાદ્યપદાર્થોનો ઉપયોગ થાય તે ખુબ જરૃરી છે. લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનુ ં આયોજન કરવામાં આવ્યું હતું.
આઈ.સી.ડી.એસ.નાં પ્રોગ્રામ ઓફીસર ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને પોષણ ઉત્સવની ઉજવણી પાછળનાં હેતુ વિશે સમજણ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને કેન્દ્ર પરથી લાભ મળે અને લોકો ઘરે પોષણયુક્ત વાનગીઓનો આહારમાં સમાવેશ કરે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સૂપોષિત જિલ્લો બનાવવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવા જણાવેલ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા દ્વારા આરોગ્યપ્રદ ટેવો અપનાવવા તેમજ આરોગ્ય જાગૃતિ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમને પ્રોજેક્ટ તુષ્ટિ તરફથી આદર્શ ફેમેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મધુબેન ભટ્ટ, બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાબહેનો, પ્રોજેક્ટ તુષ્ટીની ટીમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગતના સખી વન સ્ટોપ સેન્ટર, હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
નોંધનીય છે કે, કેલેરી, પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતને પહોંચી વળવા માટે પૂરૃપાડવા માટે આપવામાં આવે છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી,જુવાર,રાગી, કાંગ, ચણા,સામો,કોદરી,વરી વગેરેનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial