Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર આરોપી ગોવાના વાઈનશોપમાંથી દારૃ લાવ્યાની કબૂલાતઃ
જામનગર તા.૪ ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી એલસીબીએ બે શખ્સને ઈંગ્લીશ દારૃની ૨૨૭ બોટલ સાથે દબોચી લીધા છે. જ્યારે સાધનાકોલોનીમાંથી મોટરમાં ઈંગ્લીશ દારૃની ૮પ નાની બોટલ લઈને જતા બે શખ્સ ઝડપાયા છે. ચારેય શખ્સ દારૃનો ઉપરોક્ત જથ્થો વેચવા માટે ગોવાના વાઈન શોપમાંથી લાવ્યા હોવાની કબૂલાત મળી છે.
જામનગરના શંકરટેકરીમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના સુમીત શિયાર, ઘનશ્યામ ડેરવાડીયા, અરજણભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે રાજેશ દેવજીભાઈ સાગઠીયા ઉર્ફે માહીર નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૃની ૨૨૭ બોટલ સાથે રાજેશ તથા તેનો સાગરિત અજય ઉર્ફે અજલો રાજેશભાઈ બરછા નામના બે શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ દારૃ તથા બે મોબાઈલ મળી કુલ રૃા.૪૩ ૫૦૦નો મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી છે. આ શખ્સો ગોવાના વાઈનશોપમાં જઈ વેચવા માટે દારૃ લઈ આવ્યાની કબૂલાત મળી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક મોટરમાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી થતી હોવાની બાતમી એલસીબીના ઘનશ્યામ ડેરવાડીયા, સુમીત શિયાર, ભરત ડાંગરને મળતા એલસીબી સ્ટાફે સાધના કોલોનીના છેલ્લા ગેઈટવાળા રોડ પરથી જીજે-૩-ડીડી ૪૬૨૧ નંબરની પસાર થતી અલ્ટો મોટર રોકાવી હતી.
તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૃની ૮૫ નાની બોટલ સાથે નિકુલસિંહ ગંભીરસિંહ જાડેજા, જયદીપસિંહ મહિપતસિંહ જાડેજા નામના બે શખ્સ મળી આવ્યા હતા. દારૃનો જથ્થો, એક મોબાઈલ, મોટર મળી કુલ રૃા.૧,૧૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સો પણ દારૃનો જથ્થો ગોવાના વાઈનશોપમાંથી લાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial