Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગારને સાંકળ્યા વિના સ્વૈચ્છિક ફાળા આધારિત સામાજિક સુરક્ષા યોજના વિચારણા હેઠળઃ
નવી દિલ્હી તા. રપઃ નોકરિયાતને જ નહિં દરેક વૃદ્ધને પેન્શન આપવાની તૈયારી ચાલી રહી છે. સરકાર યુનિવર્સલ સ્કીમ લાવવા વિચારે છે. આ યોજના સ્વૈચ્છિક અને અંશદાયી હશે. જેનો તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો હેતુ છે, જેમાં કોઈપણ વ્યક્તિ યોગદાન આપી પેન્શન મેળવી શકશે.
દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવવા માંગે છે, પરંતુ તે ફક્ત સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે, જો કે હવે સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે સામાન્ય માણસનું પેન્શન અંગેનું સ્વપ્ન સાકાર કરશે.
વાસ્તવમાં સરકાર એક યુનિવર્સલ પેન્શન યોજના પર વિચાર કરી રહી છે, જે એક સ્વૈચ્છિક અને ફાળો આપતી યોજના હશે અને તેનો ઉદ્દેશ્ય તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હશે. અહેવાલો મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલયે અમ્બ્રેલા પેન્શન યોજના પર ચર્ચા શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ યોજના સ્વૈચ્છિક અને ફાળો આપનારી હશે. રોજગાર સાથે જોડાયેલી નહીં હોય અને તેથી દરેક વ્યક્તિ ફાળો આપી શકે છે અને પેન્શન મેળવી શકે છે.
આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ આ યોજના પર વ્યાપકપણે કામ કરવામાં આવી રહ્યું છે. યોજનાનો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગયા પછી મંત્રાલય યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે હિસ્સેદારોની સલાહ લેશે. યુનિવર્સલ પેન્શન સ્કીમ પ્રોગ્રામને વધુ આકર્ષક બનાવવા માટે સમાજના તમામ વર્ગો સુધી તેનો વ્યાપ વધારવાની સાથે પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેટલીક હાલની કેન્દ્રિય યોજનાઓને તેમાં મર્જ કરવામાં આવશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો, વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ અને ફાળો આપતી વય જુથ (૧૮ વર્ષ અને તેથી વધુ) ના બધા લોકોને લાભ આપવાનો છે જેઓ ૬૦ વર્ષ પછી પેન્શન લાભ મેળવવા માંગે છે. આ છત્ર યોજના હેઠળ મર્જ કરી શકાય તેવી કેટલીક હાલની સરકારી યોજનાઓમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને વેપારીઓ અને સ્વ-રોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો સમાવેશ થાય છે.
બન્ને સ્વૈચ્છિક સ્વભાવના છે અને સબ્સ્ક્રાઈબર્સને નોંધણી સમયે ઉંમરના આધારે પપ થી ર૦૦ રૂપિયા સુધીના યોગદાન પર ૬૦ વર્ષની ઉંમર પછી ૩,૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન મળે છે, અને સરકાર તરફથી સમાન યોગદાન પણ મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial