Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચતુર્ભુજદાસજી મહારાજની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં
જામનગર તા. ૨૫: હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજની અધ્યક્ષતામાં શિવ શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક શ્રી રામદૂત હનુમાનજી મંદિર પાસે યોજાઈ હતી. જેમાં શિવ શોભાયાત્રાના સંચાલન માટેની સંકલન સમિતિના કન્વીનર તેમજ સહ કન્વીનરની નિયુક્તિ કરાઇ હતી. જેમાં જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રિના પાવનકારી પર્વે ૪૪મી શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ બેઠકમાં હિન્દુ ઉત્સવ સમિતિ સંચાલિત શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિ- સંગઠન વગેરેના હોદ્દેદારો- કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા, અને શિવ શોભાયાત્રા ના સંચાલન માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી. જ્યારે શોભાયાત્રાનું સુચારુ સંચાલન થાય, તેના ભાગરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુદાસજી મહારાજ દ્વારા સર્વે શિવ ભક્તોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ વખતે ની ૪૪મી શિવ શોભાયાત્રાનું સંચાલન કરવા માટેના કન્વીનર અને સહ કન્વીનર ની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં કન્વીનર તરીકે ધવલભાઈ નાખવા તેમજ સહ કન્વીનર તરીકે વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હતી, અને સમિતિ ના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા ત્રણેયને જવાબદારી સોપીને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ શિવ શોભાયાત્રામાં જોડાનારા મંડળ ના નામોની યાદી તેમજ સ્થાનિક વિસ્તારમાં ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરનારા તેમજ પ્રસાદ વિતરણ કરવા માટેના તમામ સ્થાનિક ફ્લોટ ધારકોની યાદીની જાહેરાત મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
શોભાયાત્રાની બેઠક માં શોભાયાત્રાના સંચાલન અને સંકલન માટે એકત્ર થયેલા તમામ શિવભક્તો કે જે માટે ખાસ પ્રયાગરાજ થી ત્રિવેણી સંગમના ગંગા યમુના અને સરસ્વતીનું જળ એકત્ર કરીને લાવવામાં આવ્યું હતું, અને સૌ પ્રથમ કોઠારી સ્વામી ચતુર્ભુદાસજી મહારાજ દ્વારા સર્વે શિવ ભક્તો પર અમી છાંટણાં કરીને જામનગર બેઠા ગંગાસ્નાન કરાવાયું હતું. ત્યારબાદ રાજુભાઈ વ્યાસ દ્વારા તમામ શિવ ભકતો પર ત્રિવેણી સંગમના જળના અમી છાંટણા કરીને ગંગા સ્નાન કરાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial