Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા તંત્ર માટે નવો પડકાર!
ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયા શહેરમાં અનેક સ્થળે પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓ બનાવવાની સાથો સાથ બંને તરફ ફૂટપાથ બનાવી હતી. પરંતુ લોકો આ ફૂટપાથ પર ઓછા ચાલતા હોય કે પાલિકા તંત્ર ધ્યાન ન આપતા લોકો પોતાની દુકાનના સામાન આ ફૂટપાથ પર રાખવા, ફૂટપાથ પર ડિસપ્લેની વસ્તુઓ રાખવી અને ક્યાંક તો આખી ફૂટપાથ પર કબજો લઈ લેવાની સ્થિતિ થઈ જવાથી ભારે ચર્ચા જાગી છે. પાલિકા તંત્ર દ્વારા જો રસ્તા સાથે ફૂટપાથો બનાવાય છે તો આ ફૂટપાથો ચોખ્ખી તથા દબાણો ન થાય તેવી માંગણી ઉઠી છે. અગાઉ પાલિકા દ્વારા ફૂટપાથ પર દબાણ અંગે સર્વે કરીને હટાવવા માટે આયોજન થયું હતું ત્યારે પાલિકા દ્વારા ફૂટપાથ તથા રસ્તાને નડતરરૂપ વાહનો, રેંકડી, કેબીનોની સામે ટ્રાફિક તંત્રની સાથે મળીને નક્કર રીતે કામગીરી કરે તેવી પણ માંગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial