Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થેલેસેમિયાના દર્દીઓ માટે ૧૫૮ બોટલ રકત એકત્રિત થયુ
ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયા શહેરમાં તાજેતરમાં પૂ. સંતશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિએ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા જરૂરતમંદ લોહાણા પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓમાં મદદરૂપ થવાના આશયથી આરોગ્ય સેતુ યોજનાનો પ્રારંભ તા. ૨૨-૨-૨૫ના થયો હતો.
લોહાણા મિત્ર મંડળ દ્વારા આ યોજનામાં જરૂરત મંદ તથા જે લોકો લાભ મેળવવા માંગે તેમની તપાસ કરીને પછી સહાયની કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરાઈ છે. જે માટે ખાસ કયુઆર કોડ પણ બહાર પાડવામાં આવ્યો છે. પ્રોજેકટ ડાયરેકટર તથા મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઈ સામાણી, પ્રમુખ પ્રફુલ દાસાણી, ઉપપ્રમુખ સમીર ચંદારાણા તથા મંત્રી અલ્પેશ દાવડા તથા ટ્રસ્ટી મંડળ લોહાણા સમાજના જયેશભાઈ નથવાણી, દિલીપભાઈ વિઠલાણી, હસમુખભાઈ દત્તાણી, વિજયભાઈ દાસાણી, પ્રકાશભાઈ ખોડા, વિજયભાઈ માણેક દ્વારા પણ સહયોગ અપાયો હતો.
પૂ. જલારામ બાપાની પુણ્યતિથિએ સેવાકીય કાર્યોના ભાગરૂપે લોહાણા મહાજનવાડીમાં સરકારી બ્લડ બેંકના લાભાર્થે તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓનીલોહીનીજરૂરત૫ુરી પાડવા માટે ખાસ રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રકતદાતાઓએ ૧૫૮ બોટલ રકતદાન કરીને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને મોટી મદદ પૂરી પાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial