Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી વિધાનસભામાં 'કેગ'ના બે અહેવાલ હોબાળા વચ્ચે રજૂઃ શિશ મહેલમાં જરૂર કરતા વધુ ખર્ચ થયો હોવાનું તારણઃ 'આપ'ના ધારાસભ્યો એક દિ' માટે સસ્પેન્ડઃ
નવી દિલ્હી તા. રપઃ આજે દિલ્હી વિધાનસભામાં એલ.જી. ના અભિભાષણ દરમિયાન - હોબાળો થતા અધ્યક્ષે 'આપ'ના તમામ રર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં. આ દરમિયાન 'કેગ' ના બે રિપોર્ટ રજૂ થયા હતાં, જેમાં શિશ મહેલ તથા લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સરકારે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા સહિતના વાંધાઓ દર્શાવાયા છે.
દિલ્હીના નવા વિધાનસભા સત્રનો બીજો દિવસ છેે સત્રના ૫હેલા દિવસ (ર૪-ફેબ્રુઆરી) ની જેમ, આજનો દિવસ પણ તોફાની છે. સીએમ રેખા ગુપ્તા દ્વારા કેગ રિપોર્ટ દિલ્હી વિધાનસભામાં રજૂ કરાયો છે.
સીએજીના રિપોર્ટ મુજબ ૨૦૨૧-૨૦૨૨ની એકસાઈઝ પોલિસીને કારણે દિલ્હી સરકારને કુલ ૨૦૦૨ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ અહેવાલમાં લાઈસન્સ આપવાની પ્રક્રિયામાં થતા ઉલ્લંઘનો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દારૂ નીતિના નિર્માણમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાંત પેનલની ભલામણોને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ અવગણી હતી.
આ રિપોર્ટમાં વિસ્તૃત વિગતો રજૂ થઈ છે, જેમાં ઉડતી નજરે સામે આવતા તારણો મુજબ લીકર પોલિસીમાં પરીક્ષણ, લાયસન્સ અને કેબિનેટ પ્રક્રિયાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયુ છે. હોલએલઓનું કમિશન પાંચ ટકાથી વધારીને ૧૨ ટકાનું કરાયુ હતું. એલ.જી.ને પણ અંધારામાં રખાયા અને હાઈકોર્ટના હસ્તક્ષેપ પછી સરકારે વર્ષ-૨૦૧૭-૧૮થી દબાયેલા કેટલાક રિપોર્ટના ઉલ્લેખ સાથે કહેવામાં આવ્યું છે કે પારદર્શકતાનો અભાવ જણાયો હતો. લીકર પોલિસી હેઠળ અયોગ્ય સ્થળો પર પણ દારૂની દુકાનો ખોખવાના પરવાના અપાયા હતાં.
તે પહેલાં દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવા સુચવ્યુ હતું.
આજે સદનમાં રજૂ થનારા કેગ રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી અને આપના ૨૨ ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ કર્યો હતો. સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી.
આ હોબાળા વચ્ચે દિલ્હી વિધાનસભાના સત્રના પ્રારંભે લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહૃાું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહૃાા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા આપના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહૃાું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.
બીજી તરફ, ગૃહમાંથી હાંકી કાઢવામાં આવેલા આપ ધારાસભ્યો હાથમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો લઈને વિધાનસભાની બહાર વિરોધ કરતા જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતા આતિશીએ કહ્યું કે ભાજપે સીએમ ઓફિસ અને મંત્રીઓના કાર્યાલયમાંથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો હટાવીને તેની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી દીધો છે.
તેણીએ કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે શું વડાપ્રધાન મોદી બાબા સાહેબ કરતા પણ મોટા થઈ ગયા છે ? આમ આદમી પાર્ટીએ આનો વિરોધ કર્યો હતો અને જ્યા સુધી બાબા સાહેબની તસવીર તેની જગ્યાએ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી અમે ગૃહથી લઈને શેરીઓમાં વિરોધ કરતા રહીશું.
આ આક્ષેપોને ફગાવી દેતા ભાજપના નેતાઓ એવી ચોખવટ કરી રહેલા જોવા મળ્યા હતા કે, કોઈ તસવીર હટાવાઈ નથી, અને જે તસ્વીરો હતી, તેની બાજુમાં અન્ય તસ્વીરો લગાવાઈ છે. જો કે, આ મુદ્દે ઉભય પક્ષે આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial