Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં મરચા, ડુંગળી, ઘઉં, બાજરી વગેરેની મબલખ આવક

માર્કેટ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયુ

જામનગર તા. ૨૫: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- હાપા (માર્કેટ યાર્ડ)માં મરચા, ડુંગળી, ધાણાની પુષ્કળ આવક થવા પામી છે. હાપા યાર્ડમાં ગઈકાલે એક હજારથી વધુ ખેડૂતો વિવિધ જણસી સાથે વેચાણ માટે આવ્યા હતાં.

ગઈકાલે હાપા યાર્ડમાં ૧૧૭૬ ખેડૂતો ૧૯ જણસીઓ મળીને ૪૩૩૮૮ મણનો જથ્થો લઈને આવ્યા હતાં.

જેમાં બાજરીના ૧૨૫ મણ (ભાવ પ્રતિ મણ ૪૫૦થી ૫૬૫નો રહ્યો હતો.) ઘઉં ૩૨૮ મણની આવક થઈ હતી (ભાવ રૂ. ૫૦૦થી ૬૬૩), ૧૩ મણ મગ (ભાવ ૧૨૦૦થી ૧૨૭૫), અડદની ૧૨૩ મણની આવક (ભાવ રૂ. ૯૦૦ થી ૧૫૨૫), મગફળી ૪૦૭૨ મણ (રૂ. ૮૫૦થી ૧૧૮૦) રાયડો ૨૨૨૩ મણ (રૂ. ૧૧૦૦થી ૧૨૦૦), લસણ (રૂ. ૬૨૦ થી ૧૨૫૦) કપાસની ૪૪૫૫ મણ (ભાવ રૂ. ૧૦૦૦થી ૧૪૫૦), જીરૂ ૨૫૫૩ મણ (રૂ. ૩૦૦૦ થી ૩૯૦૫), ધાણા ૧૫૪૪ મણ (૧૦૦૦થી ૧૭૧૫), મરચા ૭૮૭૫ મણ (ભાવ રૂ. ૬૦૦થી ૨૫૦૦)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ અનેક જણસીની આવકનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh