Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તેના કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ ૧ર૪ ટીમો દ્વારા ૪૮,૦૦૧ ઘરોની મુલાકાત કરવામાં આવી હતી.
આ દરમિયાન ૪૧૯ દર્દીઓ તાવ, શરદી, ઉધરસના મળી આવ્યા હતાં. મચ્છરોના ઉપદ્રવને અંકુશમાં લેવા ફોગીંગ, જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરવામાં આવી હતી.
મિશ્ર ઋતુના કારણે ઘરે-ઘરે બીમારીનું પરમાણ વધતા સરકારી-ખાનવી દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની બેકાબૂ ભીડ જોવા મળે છે. આથી રોગચાળાને અંકુશમાં લેવા માટે શહેરના ૧૩ આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક અઠવાડિયામાં ૮૩૪ આરોગ્ય કર્મચારીની ૧૨૪ ટીમ દ્વારા ૪૮,૦૦૧ ઘરની મુલાકાત કરવામાં આવી હતી જેમાંથી તાવ, શરદી, ઉધરસના ૪૧૯ દર્દીઓ મળી અવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial