Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં પૂ. વલ્લભરાયજી મહોદયની ઉપસ્થિતિમાં ઉજવાશે ફૂલફાગ હોલી રસિયાઃ ભવ્ય મહોત્સવ

ભાટિયા-બારાડી વૈષ્ણવ ગ્રુપ દ્વારા તા. ર૭-ફેબ્રુઆરીએ

ખંભાળીયા તા.     રપઃ ભાટિયા વૈષ્ણવ ગ્રુપ દ્વારા તા. ર૭ ના ભાટિયામાં પૂ. વલ્લભરાયજી મહોદયની ઉપસ્થિતિમાં ફૂલફાગ હોલી રસીયા મહોત્સવ ઉજવાશે, જેમાં ધારાસભ્ય પબુભા એસ.પી. પાંડે, મોટાભાઈ પૂ. બાપજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહેશે.

ભાટિયાની લોહાણા મહાજન વાડીના પટાગણમાં તા. ર૭-ર-ર૦રપ, ગુરૂવારના સમસ્ત ભાટિયા-બારાડી વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિમાર્ગીય ફૂલફાગ હોળી રસિયા ઉત્સવ પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય-જામનગરની ઉપસ્થિતિ અને સાનિધ્યમાં શ્રીનાથજી કીર્તન મંડળ, જામનગર દ્વારા ફૂલફાગ હોલી રસીયા ઉત્સવ ભવ્ય રીતે સાંજે ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી નિલેષભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ ઉજવાશે.

હોળી રસીયા પ્રસંગે દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક, ભાગવત કથાકારો પૂ. મગનભાઈ રાજયગુરૂ (બાપજી) શાસ્ત્રીજી પૂ. અરૂણભાઈ ભરૂ, જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), જામનગર સમસ્ત વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી, વૈષ્ણવ અગ્રણી ભરતભાઈ મોદી, ઈશ્વરભાઈ ઝાખરીયા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, કલ્યાણપુરના મામલતદાર રામભાઈ સૂવા, ગાગા બેઠકના મુખ્યાજી કનુભાઈ શર્મા, પિંડારા બેઠકજીના મુખ્યાજી પંકજભાઈ શર્મા, ભાટિયા હવેલીના મુખ્યાજી નારણભાઈ શર્મા તેમજ આગેવાનો નારણભાઈ કરંગીયા, ડી.એલ. પરમાર, વિઠ્ઠલભાઈ સોનગરા, લખુભાઈ સામાણી, નટુભાઈ દત્તાણી, દામભાઈ દાવડા, નિલેશભાઈ દત્તાણી, વિઠ્ઠલભાઈ મશરૂ, શૈલેષભાઈ સોની, જયેશભાઈ કોટેચા, જ્યોત્સનાબેન ગોકાણી, પલ્વીબેન દાવડા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમના સંયોજક નિલેશભાઈ કાનાણી તથા ગ્રુપ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh