Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિ-રવિની રજામાં કર્મચારીઓ ઘરે ન હતાઃ
ખંભાળિયા તા.૨૫ : ખંભાળિયામાં જિલ્લા સેવા સદન સામે આવેલી સરકારી કોલોનીમાં એક સાથે પાંચ મકાનમાં ચોરી થતાં ચકચાર જાગી છે. બે દિવસ પહેલાં એક મકાન તથા લેબોરેટરીને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા પછી એક સાથે પાંચ મકાનમાં ચોરી થતાં પોલીસ દોડી ગઈ છે. ખંભાળિયા શહેરમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન સામે આવેલા સરકારી કોલોની વિસ્તારમાં એક સાથે પાંચ મકાનમાં ચોરી થતાં ખળભળાટ મચ્યો છે.
ત્યાં આવેલા બિલ્ડીંગ પૈકીના પાંચ મકાનને નિશાન બનાવી કેટલાક તસ્કરો ત્યાંથી રોકડ રકમ, સોનાની બુટી સહિતના દાગીના અને અન્ય વસ્તુ ઉઠાવી ગયા છે. બે દિવસ પહેલાં શક્તિનગર વિસ્તારમાં પણ એક મકાનમાં ચોરી થઈ હતી અને તસ્કરોએ એક લેબોરેટરીને પણ નિશાનમાં લીધી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ સરકારી કોલોની પાછળ બનાવવામાં આવેલી દીવાલ તૂટી જતાં ત્યાંથી તસ્કરો પ્રવેશ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે કોલોનીમાં રહેતા સરકારી કર્મચારીઓ શનિ-રવિની રજામાં બહારગામ ગયા પછી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તમામ આસામી વતી વિવેક રાજેન્દ્ર ભાઈ વ્યાસે ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. તેમના મકાન ઉપરાંત દીપાબેન રામજીભાઈ, મનિષાબેન દિનેશ ભાઈ, દિવ્યાબેન ગૌતમભાઈ, જનક પરસોત્તમભાઈના મકાનમાં ચોરી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial