Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાન-માલના નુકસાનના કોઈ અહેવાલો નથી
કોલકાતા તા. ૨૫: કોલકાતામાં વહેલી સવારે ૫.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને ક્ષણિક ગભરાટમાં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જાન-માલના નુકસાનના અહેવાલો નથી.
પ. બંગાળની રાજધાની કોલકાતામાં આજે વહેલી સવારે બંગાળની ખાડીમાં ૫.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોલકાતા અને પ.બંગાળના ઘણાં ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપ સવારે ૬:૧૦ વાગ્યે આવ્યો હતો. વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ ૯૧ કિલોમીટર હતી. જોકે ભૂકંપના ભારે આંચકાને કારણ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે.
ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર હતું. આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૯૧ કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શકયતા ઓછી છે.
ભૂકંપના આંચકાથી કોલકાતાના રહેવાસીઓમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો, પરંતુ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલો બહાર આવ્યા નથી.
થોડા દિવસ પહેલા દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. સવારે ૫.૩૬ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૦ હતી. ભૂકંપના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આચંકા એટલા તીવ્ર હતા કે ઘરમાં રાખેલા વાસણો પણ પડી ગયા હતા અને ઘરમાં પણ કંપનનો અનુભવ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial