Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના નાગરિકોની આવક ઘટશેઃ યુરોપ લેશે વળતા પગલાં
વોશિંગ્ટન તા. ૨૫: ટ્રમ્પે કેનેડા અને મેકિસકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. તે વધારા સાથેનો ટેરિફ માર્ચથી જ લાગુ થશેઃ જેનાથી મોંઘવારી અને આર્થિક મંદીનો ખતરો વધી શકે છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત થનારા સામાન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ માર્ચથી જ લાગુ થશે. જેનાથી મોંઘવારી અને આર્થિક મંદીનો ખતરો વધી શકે છે.
વ્હાઇટ હાઉસમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહૃાું, અમે ટેરિફને સમયમર્યાદા પર લાગુ કરી રહૃાા છીએ. અન્ય દેશ અમેરિકાથી આયાત થતા સામાન પર વધારે ટેક્સ લગાવે છે. જેનાથી અમેરિકાના ઉદ્યોગો અને નોકરીઓને નુકસાન થાય છે. તેમણે દાવો કર્યો કે, આ ટેરિફથી અમેરિકન અર્થતંત્રને ફાયદો થશે અને સરકારને વધારાની આવક થશે.
કેનેડાથી આયાત પર મોટાભાગના સામાન પર ૨૫ ટકા ટેરિફ, પરંતુ તેલ, વીજળી જેવા ઉર્જા ઉત્પાદનો પર ૧૦ ટકા ટેક્સ લાગશે, જયારે મેક્સિકોથી આયાત પર તમામ ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાગશે. સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉ૫ર પહેલાથી જ ૨૫ ટકા ટેરિફ લાગુ છે, જેને આગળ પણ યથાવત રાખવામાં આવશે.
આર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ ટેક્સ બોજની અસર અમેરિકાના ગ્રાહકો, જથ્થાબંધ વેપારીઓ અને નિર્માતાઓ પર પડશે. તેનાથી મોંઘવારી વધી શકે છે અને આર્થિક મંદીનો ખતરો પણ રહી શકે છે. કેટલીક મોટી કંપનીઓ ટેરિફના કારણે વેપાર-ધંધાને અસર થવાની શકયતા વ્યક્ત કરી ચૂકી છે.
બીજી તરફ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાતના પગલે વિશ્વના ઘણાં દેશોએ પણ પ્રતિક્રિયા આપી છે. યુરોપીયન દેશોએ કહૃાું, જો ટ્રમ્પ આ પગલું ભરશે તો તેઓ અમેરિકાના ઉત્પાદનો પર પણ ટેરિફ લગાવી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, આ ટેરિફના કારણે અમેરિકાના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક ૧૧૭૦ ડોલરથી ૧૨૪૫ ડોલર સુધી ઘટી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial