Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હીટરમાંથી વીજ આંચકો લાગતા પરિણીતાનું મૃત્યુઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના બેડેશ્વરમાં રહેતા એક મહિલાને હીટરમાંથી વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલના લતીપરના વૃદ્ધને શ્વાસ ઉપડતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે વસીલા ચોકમાં રહેતા જાડેજા વૈશાલીબા રાજેન્દ્રસિંહ (ઉ.વ.૨૧) નામના પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે કામ કરતા હતા ત્યારે કોઈ રીતે વૈશાલીબાને હીટરમાંથી હાથમાં વીજ આંચકો લાગતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેઓના સાસુ વિલાસબા મંગળસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ આર.પી. અસારીએ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ધ્રોલના લતીપર ગામમાં આવેલા ત્રિવેણીનગરમાં રહેતા હરજીભાઈ ભગાભાઈ તળપદા (ઉ.વ.૭૪) નામના પટેલ વૃદ્ધ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. તે દરમિયાન તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં લકવાની પણ અસર થઈ હતી. તે દરમિયાન ગઈકાલે સવારે હરજીભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પુત્ર રાજેશભાઈએ ધ્રોલ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial