Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ રૃા.૧૫ લાખ ૩૦ હજાર જમા કરાવ્યાઃ
જામનગર તા. રરઃ જામનગરના એક મહિલાએ પતિ પાસેથી ભરણપોષણના ડિફરન્સની રૃા.૧પ લાખ ૩૦ હજારની રકમ વસૂલવા ફેમિલી કોર્ટમાંં ધા નાખ્યા પછી અદાલતમાં હાજર થયેલા પતિએ તે રકમ જમા કરાવી આપી છે.
જામનગરના મેસૂબવાલા પરિવારની પુત્રી હેમાલીના લગ્ન વર્ષ ૨૦૦૯માં રાજકોટના મૌલિક અશોકભાઈ જૈન સાથે થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે પછી દહેજ માટે ત્રાસ આપી હેમાલીબેનને પિયર પરત આવવું પડે તેવી પરિસ્થિતિ ઉભી કરાઈ હતી.
પિયર આવી હેમાલીબેને પોતાનું તથા પુત્રીનું ભરણપોષણ મેળવવા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. એનટીપીસી કંપનીમાં મેનેજરની ફરજ બજાવતા પતિને દર મહિને કુલ રૃા.૬૫ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા હુકમ કરાયો હતો. તે રકમમાં તફાવતની રકમ ભરવા માટે જણાવાયા પછી પણ પતિએ રકમ જમા નહીં કરાવાતા રૃા.૧પ લાખ ૩૦ હજાર ભરવાના બાકી હતા. તે રકમની વસૂલાત માટે હેમાલીબેને ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં મૌલિક જૈન હાજર રહેતો ન હોય તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં અદાલતે તેને રકમ જમા કરાવવા અન્યથા જેલમાં મોકલવાની કાર્યવાહી શરૃ કરવતા પતિએ તે રકમ જમા કરાવી દીધી છે. હેમાલીબેન તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial