Advertisement
Author: નોબત સમાચાર

હોળી-ધૂળેટીમાં ઈચ્છા વિરૃદ્ધ રંગ છાંટવા કે લાગણી દુભાય તેવા કાર્યો પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર જેલમાં જઈ શકેઃ

જામનગર તા. રરઃ જામનગર જિલ્લામાં આગામી તારીખ ર૪ અને રપ માર્ચના હૂતાસણી-ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે. આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૭ (૧) તળે તેમને મળેલી સત્તાની રૃએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં તા. ર૩-૩-ર૦ર૪ ના સાંજે ૬ કલાકથી તા. રપ-૩-ર૦ર૪ ના ર૪ કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરૃદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિં. કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા નહિં. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિં, કે તેનો ફેલાવો કરી શકાશે નહિં.

ઉક્ત જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષ સુધીની સજા થશે તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩પ (૧) મુજબ દંડની પણ સજા થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh