Advertisement
Author: નોબત સમાચાર

સીદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડીના ગુન્હામાં જામીન મંજૂર

પૂજા માટે સોનાની હુંડી મેળવી કરી હતી છેતરપિંડીઃ

જામનગર તા. રરઃ જામજોધપુરના સીદસરમાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે રૃા.૧૮ લાખ ૩૬૮૦૦ની સોનાની હુંડીની છેતરપિંડી કરવા અંગે નોંધાયેલા ગુન્હામાં ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામજોધપુરના સીદસરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં ધ્વજાજી ચડાવવાનું અને સોનાની હુંડી પેટે દાન કરવાનું કહી રાજકોટના શૈલેષ છગનભાઈ ઉઘાડ સહિતના વ્યક્તિએ છેતરપિંડી કરી રૃા.૧૮ લાખ ૩૬૮૦૦ની કિંમતની સોનાની હુંડીઓ મેળવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

તે ગુન્હામાં આરોપીઓની ધરપકડ કરાયા પછી જેલ હવાલે થયેલા આરોપી શૈલેષ છગનભાઈએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે વકીલ મોહસીન ગોરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh