Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા તંત્રની જહેમત ફળીઃ
ખંભાળિયા તા. રરઃ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦-૧૧ ની બોર્ડની પરીક્ષાના મુખ્ય તમામ વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા.શિ.બોર્ડ દ્વારા લેવાતી ધો. ૧૦-૧ર ની બોર્ડ પરીક્ષાઓ સામાન્ય વિજ્ઞાન પ્રવાહ ધો. ૧ર તથા ધો. ૧૦ ની દ્વારકા જિલ્લામાં તમામ મુખ્ય વિષયોની શાંતિપૂર્ણ તથા કોઈ ગેરરીતિ કે અન્ય બનાવ વગર પૂર્ણ થયેલ છે. હવે વૈકલ્પિકની જ બાકી છે.
પરીક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ તથા જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યા દ્વારા સફળ આયોજન કરીને દ્વારકા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર તમામ મુખ્ય વિષયોમાં ત્રીજી આંખની જેમ વર્ગ ર તથા વર્ગ ૩ ના ઓબઝર્વરો ડે. કલેક્ટર, મામલતદાર દ્વારા સતત મોનિટરીંગ, સૂચનો, સૂચનાઓ તમામ પરીક્ષા કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્તની તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૃર પડ્યે આરોગ્ય વ્યવસ્થા ૧૦૮ ની મદદ, જિ.શિ. દ્વારા તમામ પરીક્ષા સ્થળ સંચાલકોને તાલીમ, ધો. ૧૦-૧ર ના ઝોનલ અધિકારીઓ દ્વારા તમામ સાહિત્ય પહોંચાડવું, વિતરણ, કલેક્શન કરવું તથા તમામ કેન્દ્રો પર વીજળી પંખા, લાઈટ, પાણી સહિતની વ્યવસ્થા હતી તથા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મુખ્ય વિષયો પૂરા થયા છે તથા એક પણ કેન્દ્ર પર ગેરરીતિનો કોઈ બનાવ બન્યો નથી. બોર્ડની ફ્લાઈંગ સ્ક્વોડ પણ આવી હતી.
જિ.શિ. ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ તમામ પરીક્ષા સ્થળોની જાતે મુલાકાત લીધી હતી તથા બીમાર, મુશ્કેલીમાં મૂકાયેલ પરીક્ષાર્થીઓ માટે તુરંત ખાસ સગવડની પણ વ્યવસ્થા કરાવી હતી જે પ્રશંસનિય રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial