Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. રરઃ કાલાવડના મોટી માટલી ગામના એક યુવાનને ચાર વર્ષ પહેલા માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના કેસમાં આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા મયુર નાનજીભાઈ પરમાર નામના યુવાને ગઈ તા.૧૯-૧૦-૧૯ના દિને પોલીસમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, બાબુભાઈ હઠાભાઈ ગમારા, ઉકાભાઈ જેઠાભાઈ ઠુંગાએ ગાળો ભાંડી લાકડીથી માર માર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
ઉપરોકત કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી ઉકાભાઈ ઠુંગાનો છૂટકારો ફરમાવ્યો છે. ચાલુ કેસે બાબુભાઈ ગમારાનું અવસાન થયું હતું. આરોપી તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ તથા સોહિલ બેલીમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial