Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. ભારતીબેન મહેતા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સહકારથી
જામનગર તા. ૨૨ઃ જામનગરની જૂની જેલ સામે આવેલા ઓશવાળ ચેરીટેબલ ટ્રસ્ટમાં કેન્સર પીડિત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા સ્વ. ભારતીબેન મહેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં ૫૧ કેન્સર પીડિત પરિવારો લાભાન્વિત થયા હતા.
આ કાર્યક્રમના પ્રારંભમાં અતિથિ વિશેષ સ્વ. ભારતીબેન મહેતા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ માર્કંડરાય લાલચંદ પટેલ, મંત્રી અનિલભાઈ મહેતા, ખજાનચી હિતેન્દ્રભાઈ વસા, નલીનીબેન પટેલ, સુષ્માબેન વસા, ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા, કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા, આશાબેન જોષી, ભાસ્કરભાઈ જોષી, નૃપાબેન મકવાણા, અર્પિતભાઈ ધોળકીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારપછી મહેમાનોનું બુકે વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સ્વ. ભારતીબેન મહેતા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ માર્ર્કંડરાય પટેલ અને કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયાએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આશાબેન જોષી, ભાસ્કરભાઈ જોષી અને ઋષિભાઈ દવેએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial