Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય વિભાગની ચેતવણીઃ
ખંભાળિયા તા. રરઃ ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા જતા પદયાત્રીઓ માટે ખોરાકને લગતી સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચનો જાહેર કરાયા છે.
ફૂલડોલ ઉત્સવ અંતર્ગત દ્વારકા તરફ હાલ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જતા હોય છે. જેમાં તાજેતરમાં ૪૭ લોકોને ઝાડા અને ઉલ્ટી અંગેની સમસ્યા ઊભી થયેલ જે તમામને જનરલ હોસ્પિટલ, ખંભાળિયામાં સારવાર માટે લાવેલા અને તેમને સારૃ થઈ જતા રજા આપવામાં આવેલ છે. આથી ફૂલડોલ ઉત્સવમાં દર્શને દ્વારકા જનારા તમામ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને આરોગ્ય વિભાગે સચેત કરતા જણાવ્યું છે કે, યાત્રા દરમિયાન તાજો, ગરમ અને રાંધેલો ખોરાક લેવો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી, ફળો તેમજ જ્યુસનું સેવન કરવું, તેમજ દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુ લેવાનું ટાળવું.
યાત્રામાં કોઈપણ શ્રદ્ધાળુએ/સ્વયંસેવકોને તાવ, તૂટ, કળતર કે ગભરામણ કે કોઈપણ શારીરિક સમિયા ઉદ્ભવે તો આરાધના ધામ, વડાલિયા સિંહણના પાટિયાની બાજુમાં, દાતા ગોલાઈ, દાતા પાટિયાની બાજુમાં, ખોડિયાર મંદિર, ખંભાળિયા, વડત્રા પાટિયું, બેહગામના પાટિયાની બાજુમાં, સોનારડી પાટિયાની બાજુમાં, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા, કીર્તિ સ્તંભ, દ્વારકા, હંજડાપર પાટિયાની બાજુમાં, હાબરડી પાટિયાની બાજુમાં, રામરોટી આશ્રમ, જુવાનપુર, ચોકીવારી આશ્રમ, મહાદેવિયા, પાલાબાપાની વાડી, રણજીતપુર, શ્રી દ્વારકાધીશ મંદિર, બેટ તેમજ નાગેશ્વર મંદિર, નાગેશ્વરમાં આરોગ્યની ટીમ ર૪ કલાક કાર્યરત રાખવામાં આવેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial