Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આરોપી' જ્યાં સુધી 'અપરાધી' પૂરવાર ન થાય, ત્યાં સુધી કાર્યવાહી ન થઈ શકે?
નવી દિલ્હી તા. રરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં (ઈડી) ની ટીમ દિલ્હીમાં કથિત દારૃ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તપાસ એજન્સીના અધિકારીઓએ પહેલા તેમના ઘરની તપાસ કરી અને પછી કેજરીવાલની પૂછપરછ કરી હતી.
જો કે, સામાન્ય માણસની જેમ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવતી નથી. આ માટે બંધારણમાં અલગ નિયમ-કાયદાઓ છે. જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટેના નિયમો શું છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૬૧ અનુસાર દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જ્યાં સુધી પદ પર છે ત્યાં સુધી તેની ધરપકડ કે અટકાયત કે તેની સામે કોઈ આદેશ જારી કરી શકાય નહીં. તેમને સિવિલ અને ફોજદારી બન્ને કેસોમાં છૂટ મળે છે, જો કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન વગેરેને આ છૂટ ફક્ત સિવિલ બબતોમાં જ હોય છે. સીએમની ધરપકડને લઈને સિવિલ પ્રોસિજર કોડમાં અલગ નિયમો છે. ફોજદારી કેસમાં સંસદ, વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ થઈ શકે છે, જો કે આ માહિતી સ્પીકર અથવા અધ્યક્ષને આપવી જરૃરી છે.
સિવિલ પ્રોસિજર સહિત ૧૩પ હેઠળ કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ કરી શકાતી નથી, જો કે આ મુક્તિ માત્ર કાયદાકીય બાબતોમાં છે. આવી સ્થિતિમાં જો કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાનસભાના સભ્ય વિરૃદ્ધ પ્રકારનો ફોજદારી કેસ નોંધવામાં આવે છે, તો તેને સિવિલ પ્રોસિજર કોડ હેઠળ ઈમ્યુનિટી મળતી નથી અને તેની ધરપકડ થઈ શકે છે. કાયદા મુજબ જો કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની મંજુરી લેવી ફરજિયાત છે અને મંજુરી મળ્યા પછી જ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે.
કલમ ૧૩પ એમ પણ કહે છે કે વિધાનસભા સત્ર શરૃ થયાના ૪૦ દિવસ પહેલા અને સત્ર સમાપ્ત થયાના ૪૦ દિવસ પછી કોઈપણ મુખ્યમંત્રી કે વિધાનસભાના સભ્યની ધરપકડ કરી શકાતી નથી તેમજ મુખ્યમંત્રી કે કોઈપણ વિધાનસભા સભ્યની ગૃહમાંથી પણ ધરપકડ થઈ શકે નહીં. એક વધુ નિયમ છે, કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની પરવાનગી લેવી પડે છે. વિધાનસભા અધ્યક્ષની મંજુરી મળ્યા પછી જ પોલીસ અથવા તપાસ એજન્સી મુખ્યમંત્રીને કસ્ટડીમાં લઈ શકે છે.
કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રી વગેરેએ માત્ર જેલમાં જઈને રાજીનામું આપવાની જરૃર નથી. અહીં વાત આરોપ તેમજ તે આરોપ સિદ્ધ થવા પર આધાર રાખે છે. જ્યાં સુધી વ્યક્તિ માત્ર આરોપી છે ત્યાં સુધી તેને કાયદેસર રીતે પદ પરથી દૂર કરી શકાય નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial