Advertisement
Author: નોબત સમાચાર

નવા ગોમતી ઘાટે પવિત્ર સ્નાન માટે ઉમટ્યો માનવ મહેરામણ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવનો જામતો માહોલઃ

દ્વારકા તા. રર ઃ આગામી ફૂલડોલ ઉત્સવમાં દ્વારકામાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ એકધારો ચાલુ છે ત્યારે અત્યારથી જ દ્વારકા શહેર તથા પંથકમાં ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો છે.

દ્વારકાના નવા ગોમતીઘાટ ઉપર વ્હેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જામી હતી. દ્વારકા આવી પહોંચેલા યાત્રિકો મોડી રાત્રે નવા ગોમતીઘાટની ફૂટપાથ ઉપર જ ઊંઘી ગયા હતા અને વ્હેલી સવારે ગોમતી નદીમાં સ્નાન કરી ફાગણના ફાગનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાતી તથા તળપદી ભાષાના ભાવિકો કાળીયા ઠાકોરના દર્શન કરવા મંદિરે પહોંચ્યા અને ત્યાં મંદિર પરિસરમાં વગાડાતા ધ્વનિ મુદ્રામાં દ્વારકાધીશ ભગવાનના લોક સાહિત્ય અને લોકગીતોમાં જોડાઈને ગુજરાતની પરંપરાગત  કલા સમાન રાસ ગરબા લઈને ભક્તિભાવ દર્શાવ્યો હતો.

આજથી જ્યારે ભારે ભીડ થઈ રહી છે ત્યારે પોલીસ વિભાગના જિલ્લા પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડે જગતમંદિરમાં પ્રવેશ માટે રિલાયન્સ માર્ગથી ઉભી કરાયેલી બેરીકેટસમાંથી પ્રવેશ શરૃ કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh