Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તબીબોના લાભાર્થે જિલ્લા કક્ષાનો વર્કશોપ

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે

જામનગર તા. ૨૨ઃ જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ હેઠળ રજિસ્ટર થયેલા તમામ રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ તબીબો માટે જિલ્લા કક્ષાના ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ ડો. દીપક ભગદેએ તબીબો માટે રજિસ્ટ્રેશન અને રેકર્ડ કીપિંગના મહત્ત્વ વિષે માહિતગાર કર્યા હતાં. સરકારી વકીલ ડી.જી.પી. જમનભાઈ ભંડેરીએ કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા દ્વારા ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના ડી.આઈ.ઓ. નીરજ મોદીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વે સિનિયર તબીબો અને અધિકારીગણનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું.

આ વર્કશોપમાં જામનગર જિલ્લાના સિનિયર તબીબો, ફોગ્સીના પ્રમુખ ડો. હિનાબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ઈ.એમ.ઓ. ડો. સંદીપ રાઠોડ, ક્યુ.એમ.ઓ. ડો. રાજેશ ગુપ્તા, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ રજિસ્ટર થયેલા તમામ તબીબો અને સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh