Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગ દે અંતરાત્મા વ્યક્તિ કા, સબસે સુંદર હૈ રંગ ભક્તિ કા
પુષ્ટી સંપ્રદાયમાં ફાગણ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી પૂર્વેનાં દિવસોમાં રાળ ઉત્સવ ઉજવવાની સદીઓ જૂની પરંપરા છે. વૈષ્ણવ સંપ્રદાય અનુસાર રાળ ઉત્સવ એ વિરહનો ઉત્સવ છે. શ્રી કૃષ્ણનાં વિરહમાં ગોપીઓ રાળ ઉત્સવ ઉજવે એ પરંપરા આજે પણ યથાવત છે. હોળી આસપાસનાં દિવસોમાં મિશ્ર ઋતુ હોય રાળની અગ્નિ વાતાવરણને શુદ્ધ કરતી હોય તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જામનગરની શ્રી મોટી હવેલીમાં પણ પ.પૂ.ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં તથા પૂ. રસાદ્રરાયજી અને પૂ. પ્રેમાદ્રરાયજી બાવાનાં સાંનિધ્યમાં રાળ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. વૈષ્ણવો વિવિધ દેવતાઓની વેશભૂષા ધારણ કરી ઠાકોરજી સમક્ષ રંગે રમીને લીલાઓ વડે ઠાકોરજીને પ્ રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત બાવાશ્રીનાં કરકમલોથી પ્રજ્વલિત થતી રાળની અગ્નિનાં દર્શન કરવા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial