Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-બેટ વચ્ચે સુદર્શન બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

હોળી-ધૂળેટીના તહેવારોમાં

ખંભાળિયા તા. રરઃ આગામી હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. તહેવાર દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દૃષ્ટિએ ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાની રૃએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૭-૩-ર૦ર૪ ના રાત્રિના ૮ કલાક સુધી સુદર્શન બ્રિજના ઓખા તરફ આવેલ છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહનો તેમજ ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh