Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સગર્ભાના હાઈપરટેન્શનનું વહેલાસર નિદાન-સારવાર થતાં જોખમ ટળ્યું

પરિવારના સભ્યોએ આરોગ્ય ટીમનો આભાર માન્યોઃ

જામનગર તા. ૨૨ઃ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા ભાવનાબેન પ્રકાશભાઈ ધારવિયાને માથું દુઃખવું, ખાલી ચડવી તેમજ ઉલટી-ઊબકા જેવી તકલીફ થતા ખીમરાણા સબ સેન્ટર ગયા હતાં. પ્રાથમિક તપાસમાં પ્રેગનન્સી ટેસ્ટ, એચ.બી. વજન, ઊંચાઈ, ડાયાબિટીસ, યૂરિન, સુગર વગેરેની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ બ્લડપ્રેશર પણ વધારે આવ્યું હતું.

સગર્ભા સમય દરમિયાન જો બીપી વધારે હોય તો પ્રીએક્લેમ્પ્સીયાની નિશાની ગણાય છે, પરંતુ માતા અને બાળક સ્વસ્થ રહે માટે આરોગ્ય ટીમ દ્વારા સગર્ભાને કેસ પેપર આપી જામનગરની જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. અહીં પ્રાથમિક તપાસ, રિપોર્ટ અને યૂરિન આલ્બ્યુંમીન રિપોર્ટ કરતા હાઈપરટેન્શન (બીપી) નિદાન થયું અને ૩ દિવસ દાખલ રાખી સગર્ભાનું બી.પી. નોર્મલ કરવા માટે સારવાર કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા સગર્ભાની સમયસર તપાસમાં હાઈપરટેન્શનનું વહેલું નિદાન, યોગ્ય અને સમયસર સારવાર મળતા પરિવારના સભ્યોએ આરોગ્યની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh