Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનાના કેસમાં
નવી દિલ્હી તા. રરઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કેસમાં એક વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ જયસુખ પટેલને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા છે, આ કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરીને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રિમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. જો કે સુપ્રિમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. તેમણે હાઈકોર્ટે અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. મોરબીમાં ઝુલતા પુલ તૂટી જવાના કારણે ૧૩પ લોકોના મૃત્યુ થયા હતાં, જે બાદ જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબીના પુલ દુર્ઘટના કેસ જયસુખ પટેલ ૪૦૦ દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતાં. મોરબીમાં બે વર્ષ પહેલા ર૦રર ની ૩૦ ઓકટોબરની સાંજે ઝુલતો પુલ અચાનક જ તુટી ગયો હતો જેમાં ૧૩પ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ મુખ્ય આરોપી જયસુખ પટેલ ઘણાં દિવસો ફરાર રહ્યો હતો. જો કે જયસુખ પટેલે પહેલી ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
આ પહેલા જયસુખ પટેલને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. તેમણે નિયમિત જામીન આપવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીને હાઈકોર્ટે નામંજુર કરી હતી.
ઓરેવાના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે યોગ્ય શરત પર જામીન આપવામાં આવે. હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી, આ પછી તેમણે સુપ્રિમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial