Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેજરીવાલની ધરપકડ રદ કરવાની સુનાવણી થતા પહેલા
નવી દિલ્હી તા. રરઃ દિલ્હીના લિકર કેસ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ રદ કરવાની સુનાવણી થાય, તે પહેલા જ કેસમાં જેની ધરપકડ થઈ છે, તે કે. કવિતાની જામીન અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રિમ કોર્ટમાં કેજરીવાલની ધરપકડને રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં પહેલાં દિલ્હી એકસાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે. કવિતાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. તેમણે જામીનની માંગ કરી હતી. ઈડી દ્વારા જ કે.કવિતાની ધરપકડ કરાઈ હતી.
અગાઉ ૧પ મી માર્ચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં કવિતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતાં. કવિતાની ધરપકડ દિલ્હીની શરાબ નીતિના સંદર્ભમાં ધરપકડ થઈ હતી. આ જ કેસમાં મનિષ સિસોદીયા અને સંજયસિંહની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને એ બંને હજુ જેલમાં છે.
ડિસેમ્બર-ર૦રર માં ઈડીએ આરોપી અમિત અરોડાના રિમાન્ડ પેપરમાં દાવો કર્યો હતો કે, સાઉથ ગ્રુપે આમ આદમી પાર્ટીના નેતાઓને રૃપિયા પહોંચાડવા વિજય નાયર અને અન્ય લોકોને ૧૦૦ કરોડની લાંચ આપી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં સીબીઆઈએ એકાઉન્ટન્ટ બુચીબાબૂ ગોરંતલાની ધરપકડ કરી હતી. ઈડીએએ બૂચીબાબૂની પણ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. એવું કહેવાય છે કે બૂચીબાબૂ કવિતાનું એકાઉન્ટ સંભાળતો હતો. ત્યારબાદ ગત વર્ષે માર્ચમાં ઈડીએ અરૃણ રામચંદ્રન પિલ્લઈની પણ ધરપકડ કરી હતી.
ઈડી મુજબ સાઉથ ગ્રુપએ દક્ષિણના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારોનું ગ્રુપ છે. આ ગ્રુપમાં સરથ રેડ્ડી, (અરબિંંદો ફાર્માના પ્રમોટર) એમ. શ્રીનિવાસુલુ રેડ્ડી (વાઈએસઆર કોંગ્રેસના લોકસભા સાંસદ), તેમના પુત્ર રાઘવ મગુંટા અને કવિતા સામેલ હતા. આ ગ્રુપનું પ્રતિનિધિત્વ અરૃણ પિલ્લઈ, અભિષેક બોઈનપલ્લી અને બૂચીબાબૂ કરતા હતા. લિકર કૌભાંડમાં આ ત્રણેયની ધરપકડ થઈ ચૂકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial