Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૃના જથ્થા સાથે સાત શખ્સ ઝબ્બેઃ બે શખ્સ નાસી જવામાં સફળઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંં.૫૪માં એક શખ્સના મકાનમાંથી પોલીસે ૬૫ બોટલ કબજે કરી છે. સિદ્ધાર્થનગરમાં એક મકાનમાંથી ૧૩ ચપલા મળી આવ્યા છે. શાંતિનગર પાસે મકાનમાંથી ૧૮ બોટલ ઝડપાઈ છે. કોંઝા ગામમાં એક ખેતરમાંથી ૩૭ બોટલ મળી આવી છે. અંગ્રેજી શરાબ પકડવા માટે પોલીસના નવ દરોડામાં સાત શખ્સ ઝડપાયા છે. બે નાસી ગયા છે અને કુલ ૧૩૪ મોટી બોટલ અને ૧૩ ચપટા કબજે થયા હતા.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪માં વિશ્રામ વાડી પાસે એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિક્રમસિંહ, આર.એ. જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચના અને પીએસઆઈ એમ.એન. રાઠોડના વડપણ હેઠળ ગઈકાલે પોલીસ સ્ટાફે ત્યાં આવેલા અશોક ખટાઉ મંગે ઉર્ફે મીર્ચી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૬૫ બોટલ મળી આવી હતી. આ શખ્સની રૃા.૩૨૫૦૦ની કિંમતના શરાબના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. તેણે આ જથ્થો દીપક શંભુભાઈ ખીચડા ઉર્ફે દીપુ સરગમ પાસેથી લીધાની કબૂલાત આપી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર સિદ્ધાર્થ નગરની શેરી નં.રમાં સાગર રામજીભાઈ માંગલીયા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાશી લીધી હતી. ત્યાંથી અંગ્રેજી શરાબના ૧૩ ચપટા મળી આવ્યા હતા. દરોડા પહેલાં પલાયન થઈ ગયેલા સાગર માંગલીયાની પોલીસે શોધ શરૃ કરી છે.
જામનગરના રાંદલનગર વિસ્તારથી શાંતિનગર તરફ જવાના રસ્તા પર આવેલા જેઠવા વિજયસિંહ હરીસિંહના મકાનમાં સિટી-બી ડિવિઝનના સ્ટાફે ગઈકાલે બપોરે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી દારૃની ૧૮ બોટલ મળી આવી હતી. આરોપી વિજયસિંહ નાસી ગયો હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીની શેરી નં.૧માં ગ્રીન સિટી પ્લાઝા નામના બિલ્ડીંગમાં ફલેટ નં.૨૦૩માં રહેતા જયેશ જયંતિભાઈ કનખરાના રહેણાંકમાં પોલીસે રેઈડ કરી દારૃની એક બોટલ ઝબ્બે લીધી છે. જયેશની ધરપકડ કરાઈ છે.
જામનગર તાલુકાના કોંઝા ગામમાં નદી નજીક વાડી વિસ્તારમાં આવેલા રામશી વેજાણંદભાઈ કરમુરના ખેતરમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી ચેકીંગ કરતા ત્યાંથી દારૃની બે બ્રાંડની ૩૭ બોટલ મળી આવી હતી. રામશી વેજાણંદની ધરપકડ કરાઈ છે.
જામનગર તાલુકાના ખીમલીયા ગામના પાટિયા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં નિલકમલ સોસાયટી વાળા દોલુભા મહિપતસિંહ કેર નામના શખ્સને પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે રોકી તલાશી લેતા તેના કબજામાંથી દારૃની બે બોટલ સાંપડી હતી.
જામજોધપુર તાલુકાના મેલાણ ગામના રસ્તા પરથી ગઈકાલે રાત્રે ભાયાભાઈ લાખાભાઈ હુણ નામનો શખ્સ દારૃની પાંચ બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવી ગયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર બેડ ગામ નજીકના ટોલ નાકા પાસેથી ગઈકાલે રાત્રે રાજકોટનો અમિત ભૂપતભાઈ કોળી નામનો શખ્સ જીજે-૩-બીએ ૫૦૦૪ નંબરની અર્ટીગા મોટર લઈને જતો હતો તેને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૃની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા રૃા.૫ લાખની મોટર ઝબ્બે લીધી છે.
જોડિયા તાલુકાના પીઠડ ગામથી પડાણા ગામ તરફ આવેલી ભરત નાગદાન કુંભરવડીયા નામના શખ્સની વાડીમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી દારૃની પાંચ બોટલ ઝબ્બે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial