Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી

એસપી નિતેશ પાંડેએ મહાદેવના દર્શન-પૂજા કર્યાઃ

સલાયા તા. ૨૨ઃ સલાયાના પૌરાણિક સ્વયંભૂ પાળેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.

મહાપર્વની ઉજવણી અંતર્ગત સમસ્ત હિન્દુ સમાજના સહકારથી લઘુરૃદ્ર યજ્ઞ તથા સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન યોજાયા હતાં. જિલ્લાના એસપી નિતેશ પાંડેએ મહાદેવના દર્શન-પૂજા કર્યા હતાં. પૂજારી પ્રવિણભાઈ મહારાજે મંદિરના ઈતીહાસની જાણકારી આપી હતી. સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ, ઘેલુભા જાડેજા, હસુભાઈ, નિશીતભાઈ પાબારી, પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય, પરબતભાઈ ગઢવી, કૌશલ સવજાણી, જયસુખ મોદી, એડ. વિજય કાનાબાર, ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન-સંચાલન લોહાણા મહાજન, જલારામ સેવા સમિતિ તથા અરવિંદભાઈ ભાયાણી, સુરેશભાઈ બારાઈ, લાલજીભાઈ ભૂવા, મનુભાઈ પંચમતિયાએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh