Advertisement
Author: નોબત સમાચાર

ઈ.ડી.એ બીજા મુખ્યમંત્રીની હોદ્દા પર હોવા છતાં કરી ધરપકડઃ કેજરીવાલ સત્તા નહીં છોડે

છેલ્લા પચાસ દિવસમાં

નવી દિલ્હી તા. રરઃ ઈ.ડી.એ છેલ્લા પ૦ દિવસમાં સત્તા પર હોય તેવા બે વિરોધપક્ષના મુખ્યમંત્રીઓની ધરપકડ કરી છે. હેમંત સોરેને તે પછી રાજીનામું આપ્યું હતું, પરંતુ કેજરીવાલે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો છે.

મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ હોય ેવા બે કિસ્સા છેલ્લા પ૦ દિવસમાં બન્યા છે. ૩૧ મી જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ થઈ હતી. એ પછી હવે કેજરીવાલની ધરપકડ થઈ છે. એકાદ સપ્તાહ પહેલા તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરની દીકરી કવિતાની પણ ઈ.ડી.એ ધરપકડ કરી હતી.

કેજરીવાલ પર કેટલાય દિવસથી ધરપકડ તોળાતી હતી. ખુદ કેજરીવાલ મહિનાઓ પહેલા પોતાની ધરપકડ થશે એવો અંદેશો વ્યક્ત કરી ચૂક્યા હતાં. આખરે ઈ.ડી.ની ટીમ સમન્સ આપવા પહોંચી તે પછી પ્રાથમિક પૂછપરછ પછી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી.

છેલ્લા પ૦ દિવસમાં કેજરીવાલ એવા બીજા મુખ્યમંત્રી છે જેની ધરપકડ થઈ હોય, અગાઉ ૩૧ મી જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈ.ડી.એ ધરપકડ કરી લીધી હતી. હેમત સોરેનને પણ ઘણાં સમન્સ આપ્યા પછી આખરે સાત કલાકની સઘન પૂછપરછ પછી રાતે જમીન કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈ.ડી. કોર્ટે હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી ૪થી એપ્રિલ સુધી વધારી દીધી છે. એટલે સોરેનની હોળી જેલમાં જ પસાર થશે.

અગાઉ ૧પ મી માર્ચે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈ.ડી.એ. ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા કવિતાના હેદરાબાદ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતાં. કવિતાની ધરપકડ દિલ્હીની શરાબ નીતિના સંદર્ભમાં ધરપકડ થઈ હતી. આ જ કેસમાં મનિષ સિસોદિયા અને સંજયસિંહની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને એ બન્ને હજુ જેલમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh