Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલની ધરપકડ પછી એઆઈએડીએમકે સહિતના વિપક્ષોના મોદી સરકાર પર પ્રહારો

લોકસભાની ચૂંટણીમાં જનતા સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા એજન્સીઓના દૂરૃપયોગનો મુદ્દો ઊઠાવાશેઃ

નવી દિલ્હી તા. રરઃ કેજરીવાલની ધરપકડ પછી વિપક્ષો એક થયા છે અને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બનાવવા તૈયારી છે. પ્રિયંકા ગાંધીથી લઈને તૃણમુલ અને કેજરીવાલ કેન્દ્રના પગલાંનો વિરોધ કરી રહ્યા છે, જેમાં હવે એઆઈએડીએમકે એ પણ સૂર પૂરાવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી તેની સામે આક્રોશ જાગ્યો છે અને સમગ્ર વિપક્ષ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે વિપક્ષ સામાન્ય ચૂંટણીમાં જનતા વચ્ચે આ મુદ્દો ઊઠાવશે કે કેન્દ્ર સરકાર વિપક્ષને પરેશાન કરી રહી છે. તાજેતરના દિવસોમાં કેજરીવાલ ઉપરાંત ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય અન્ય ઘણાં નેતાઓ તપાસ એજન્સીના સ્કેનર હેઠળ છે.

વિપક્ષનો આરોપ છે કે તપાસ એજન્સીઓ સરકારને નિશાન બનાવીને તેમના નેતાઓ અને સંસાધન પર હુમલો કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે ચૂંટણીના દિવસોમાં કેજરીવાલને આ રીતે ટાર્ગેટ કરવા એ ખોટું અને બંધારણની વિરૃદ્ધ છે. આ રીતે રાજકારણનું સ્તર નીચું કરવું ન તો વડાપ્રધાનને શોભા દ્યે છે કે ન તો તેમની સરકારને. કેન્દ્ર સરકાર પર નિશાન સાધના પ્રિયંકા ગાંધી કહે છે કે, ચૂંટણીના મેદાનમાં તમારા ટીકાકારો સામે લડો, તેમની સાથે હિંમતભેર લડો અને તેમની નીતિઓ અને કાર્યશૈલી પર ચોક્કસપણે હુમલો કરો, આ લોકશાહી છે, પરંતુ આ રીતે દેશની તમામ સંસ્થાઓની શક્તિનો ઉપયોગ પોતાના રાજકીય ઉદ્દેશ્યને પૂરો કરવા માટે અને દબાણ કરીને તેમને નબળું પાડવું એ લોકશાહીના દરેક સિદ્ધાંતની વિરૃદ્ધ છે.

લાંબો સમય સુધી એનડીએમાં રહેલી એઆઈએડીએમકે એ પણ કેન્દ્ર સરકારને ઘેરી છે. એઆઈએડીએમકેના પ્રવક્તા કોવઈ સાથ્યાને સરકારને ઘેરી લીધી અને કહ્યું કે આ ધરપકડ દર્શાવે છે કે ભાજપનો ત્રણ મુદ્દાનો એજન્ડા છે. પ્રથમ, જે ભાજપનો વિરોધ કરશે તેને જેલના સળિયા જોવા પડશે. બીજુ, જે કોઈ ભાજપનો વિરોધ કરશે, તેના ભંડોળનો નાશ કરવામાં આવશે અને તે પોતાની પાર્ટીના ભંડોળનો ઉપયોગ કરી શકશે નહીં. ત્રીજુ, જે પણ જામીન પર જેલની બહાર હોય તેની સાથે ભાજપ ગઠબંધન કરવામાં અચકાશે નહીં.

ટીએમસીના ડેરેક ઓ'બ્રાયને આ ધરપકડની આકરી ટીકા કરતા કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે અને હવે તમામ રાજકીય પક્ષોના વડાઓ, મુખ્યમંત્રીઓ, રાજકીય નેતાઓ, ચૂંટણી એજન્ટો, કાર્યકરો અને દરેક વિપક્ષને હેરાન કરવામાં આવી રહ્યા છે. ધરપકડ કરવામાં આવી રહી છે. આપણી લોકશાહીનું ભવિષ્ય શું હશે?

ઝારખંડ મુક્તિ મોરચાના મહુઆ માઝી, જેમણે તેના સુપ્રિમો હેમંત સોરેન સામે સમાન કાર્યવાહી જોઈ છે, તેણે પણ કહ્યું કે આ બધા રાજ્યોમાં થઈ રહ્યું જ્યાં બિન-ભાજપ સરકાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh