Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના યુવાનને ૪૦ ટકા વ્યાજે રકમ આપી ત્રણ શખ્સે ધોકાવી નાખ્યો

મયુરનગરના યુવાનનું અ૫હરણ કરી ત્રણ શખ્સે માર માર્યાેઃ

જામનગર તા. ૨૨ઃ જામજોધપુરના એક યુવાને રૃા.૧૦ હજાર અંદાજે ૪૦ ટકાના વ્યાજે ધ્રાફાના શખ્સ પાસેથી લીધા પછી વ્યાજ ન ચૂકવી શકાતા આ યુવાનને ચાર શખ્સે લમધારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે મયુરનગરના એક યુવાનનું રવિવારની રાત્રે મોટરમાં ત્રણ શખ્સે અપહરણ કરી બેફામ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામજોધ૫ુર શહેરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા વિવેકભાઈ નારણભાઈ વિંઝુડા નામના યુવાને ગયા જાન્યુઆરી મહિનામાં રૃા.૧૦ હજાર ધ્રાફા ગામના પાર્થરાજ કાંતુભા જાડેજા ઉર્ફે લાલુભા પાસેથી હાથઉછીના લીધા હતા. જેનું દર અઠવાડિયે રૃા.૧ હજાર વ્યાજ ચૂકવવા સૂચના અપાઈ હતી.

તે સૂચના મુજબ દર અઠવાડિયે વિવેકભાઈ રૃા.૧ હજાર ચૂકવી આપતા હતા. તે દરમિયાન હાલમાં પૈસાની સગવડ ન થતાં લાલુભાએ કડક ઉઘરાણી શરૃ કરી હતી. તે પછી તલવાર, ધોકા, પાઈપ સાથે ધસી આવેલા લાલુભા અને અન્ય ત્રણ શખ્સે ફડાકા ઝીંકી વિવેકભાઈને ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગોકુલનગર નજીક મયુરનગરમાં રહેતા મહેશ કાનજીભાઈ સીતાપરા નામના કોળી યુવાનનું ગયા રવિવારની રાત્રે જયપાલસિંહ ચુડાસમા, રવિરાજસિંહ તથા રવિરાજના એક મિત્રએ અર્ટીગા મોટરમાં અપહરણ કરી ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટિયા પાસે લઈ જઈ પાઈપથી માર માર્યાે હતો. તે પછી આ યુવાનને ગોકુલનગર પાસે ફેંકી દઈ ત્રણેય શખ્સ નાસી ગયા હતા. ગંભીર ઈજા પામેલા મહેશને સારવારમાં ખસેડવામાં આવ્યો છે જ્યાંથી તેણે ગઈકાલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh