Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨ઃ અમદાવાદમાં અમદાવાદ ડીસ્ટન્સ રનર્સ દ્વારા પાંચમી નાઈટ અલ્ટ્રા મેરેથોન યોજાઈ હતી. જેમાં જામનગર રનર્સ કલબ અને જામનગર સાયકલીંગ, કલબના દોડવીરોએ વિવિધ શ્રેણીમાં વિજેતા થઈ જામનગરનું ગૌરવ વધાર્યું છે.
આ મેરેથોન ૧ર કલાકમાં ન્યુનતમ ૬૦ કિલોમીટર, ૬ કલાકમાં ૩૬ કિલોમીટર અને ૪ કલાકમમાં ર૪ કિલોમીટરની શ્રેણીમાં સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં જામનગરની બન્ને કલબના ૧૧ દોડવીરોએ ભાગ લીધો હતો.
૧ર કલાકની શ્રેણીમાં સંદીપ પીપલિયા ઃ ૯ર કિલોમીટર, યુવરાજસિંહ ઝાલા -૮૧ કિલોમીટર, પ્રશાંત નેગાંધી - ૭ર કિલોમીટર, (ડો.) રાજેન્દ્ર વિરાણી - ૬૦ કિલોમીટર, (ડો.) તપન મણિયાર - ૬૦ કિલોમીટર, પ્રફુલ્લાબા ગોહિલ - ૬૦ કિલોમીટર, લિના ભટ્ટ -૬૦ કિલોમીટર, કિશોર ભાંભાણી- ૬૦ કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં આવ્યું હતું.
જ્યારે અન્ય શ્રેણીઓમાં ધર્મેશ પાટીદાર ૪ર.પ કિલોમીટર (૬ કલાકની શ્રેણીમાં), (ડો.) પ્રશાંત તન્ના - ૩૬ કિલોમીટર (૬ કલાકની શ્રેણીમાં), (સી.એ. રઘુભા ગોહિલ - ર૪ કિલોમીટર (૪ કલાકની શ્રેણીમાં) અંતરપૂર્ણ કર્યું હતું.
વિશેષમાં ભૂતકાળમાં પણ ડો. તપન મણિયાર આ બિન સ્પર્ધાત્મક દોડમાં પ્રથમ વખત ર૦રર ની સાલમાં ૬ કલાકની શ્રેણીમાં ૪ર કિલોમીટર અને ર૦ર૩ માં ૭ર કિલોમીટર દોડી ચૂક્યા છે એમ જ સંદીપ પીપલીયા પણ ર૦રર માં ૬ કલાકમાં પર કિલોમીટર અને ર૦ર૪ માં ૯ર કિલોમીટરનું અંતર દોડીને પૂર્ણ કરેલ જેમના થી પ્રેરાઈને પ્રશાંત નેગાંધીએ પણ ર૦ર૩ માં પ્રથમ વખત ૧ર કલાકની શ્રેણીમાં ૬૦ કિલોમીટર દોડેલું છે. આમના થ્રી પ્રેરાઈને બાકી ૯ દોડવીરો આ વર્ષે પ્રથમ વખત જ આ સાહસમાં ભાગ લઈને અભૂતપૂર્વ વારસો આગળ વધાર્યો છે.
જ્યારે ભારત દેશમાં સ્થૂળતાનો દર ૧૯૯૦ માં ૧.ર ટકાથી વધીને ર૦રર મા મહિલાઓ માટે ૯.૮ ટકા અને પુરૃષો માટે ર૦રર માં ૦.પ ટકા થી પ.૪ ટકા થયો છે અને ભારત દેશમાં ૪૦ ટકા મહિલાઓ અને ૧ર ટકા પુરૃષો પેટનું મેદસ્વીપણું ધરાવે છે. ત્યારે આ દોડવીરોએ વ્યસ્ત વ્યાવસાયિક જીવનમાં પણ સ્વસ્થ જીવનશૈલીનું આ ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું છે જે યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે અને તેમના દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ ગૌરવપૂર્ણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial