Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, દિલ્હી, જમ્મુ, કેરળ સહિત
નવી દિલ્હી તા. રરઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બીજી તરફ કેજરીવાલે ધરપકડના વિરોધમાં સુપ્રિમકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. ગુજરાતમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં દેખાવો થયા છે અને ધારાસભ્ય સહિતના નેતાઓ-કાર્યકરોની અટકાયત પણ થઈ છે.
ગઈકાલે કેજરીવાલની ધરપકડ પછી આજે રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. પોલીસે મોટાભાગના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો પર કડક પોલીસ બંદોબસ્ત છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ગુરૃવારે ર૧ માર્ચ ર૦ર૪ ના ઈડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી દિલ્હીમાં અરાજકતાનું વાતાવરણ છે. શુક્રવારે સવારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન સામેલ રાજકીય પક્ષોને પણ વિરોધમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે. જેના સંદર્ભે ઠેર-ઠેર દેખાવો યોજાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી અને ભાજપ આપને સામને છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જેના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે.
આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી, પોલીસે ઈડી હેડકવાર્ટર, આમ આદમી પાર્ટી ઓફિસ, બીજેપી હેડક્વાર્ટર, આઈટીઓ, બ્યુટિયન્સ, કનોટ પ્લેસ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, રાઉઝ એવન્યુ કોર્ટ સહિત રાજધાનીના મુખ્ય ચોકને ઘેરી લીધા છે. જંતર-મંતર, ઈન્ડિયા ગેટ ગેટ. ચોરચેક પર પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે વિવિધ સ્થળોએ બેરીકેટ પણ લગાવ્યા હતાં. દિલ્હી પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. દેખાવકારોને એવું કંઈ ન કરવા કહેવામાં આવ્યું છે જે અશાંતિને ઉત્તેજન આપે. પોલીસે એમ પણ કહ્યું હતું કે કાયદાનો ભંગ કરનાર સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલો મુજબ દિલ્હી, જમ્મુ, કેરળ, ઉપરાંત રાજ્યના સુરત, રાજકોટ, અમદાવાદ, સહિત અનેક સ્થળે મોદી સરકાર સામે વિરોધ-પ્રદર્શનો, દેખાવો, ધરણાં વગેરે યોજાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઈ.ડી. દ્વારા ગેરકાયદે ધરપકડ કરવામાં આવી છે.
લોકશાહીના પતનની પેરવી કરતા ભાજપ સરકારની તાનાશાહી સામે રાજકોટમાં વિરોધ પ્રદૃશનનું આયોજન કરવામાં આવ્યું હતે.
આપના નેતા અજીત લોખીલની આગેવાનીમાં રાજકોટના કિશાનપરા વિસ્તારમાં વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપના જામનગરના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, ધારાસભ્ય હેમતભાઈ ખવા, મહામંત્રી કે.પી. બથવાર, જૈમીનભાઈ માધાણી, શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર, જીવાભાઈ ચૌહાણ, રેશમાબેન પટેલ, નિમિષાબેન ખુંટ, વગેરે પણ જોડાયા હતાં.
દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડના વિરોધમાં સુરતમાં આપ-કોંગ્રેસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આપ-કોંગ્રેસે ધરણાં કર્યા. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ ધરણાં પ્રદર્શનના કારણે પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ચૂંટણીનો માહોલ શરૃ થયો હોય તેવી ગણતરી થઈ રહી છે.
લકસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિયા ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની બે બેઠક પર આપ અને બાકીની ર૪ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાજપના ગઢ એવા સુરતમાં ચૂંટણી માટે કોંગ્રેસે પાટીદાર આંદોલનમાં સક્રિય રહેલા એવા પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીના નામની જાહેરાત ગઈકાલે કરી છે. આ જાહેરાત થઈ તે જ દિવસે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ પછી આજે સવારે સુરતમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપ વિરૃદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું હતું. પાટીદાર બહુમતીવાળા વરાછા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી આપ-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અટકાયત દરમિયાન આપ-કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ગત્ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના ગઠબંન દ્વારા પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ધરણાં કાર્યક્રમ કરતા આગામી દિવસોમાં સુરતી વિરૃદ્ધ સૌરાષ્ટ્રીયન ઉમેદવાર વિરૃદ્ધ માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
શરાબ ગોટાળા કેસમાં
રાઉઝ એવન્યૂ કોર્ટમાં કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા ઃ સુનાવણી શરૃ
નવી દિલ્હી તા.૧૨ઃ ગઈકાલે શરાબ ગોટાળા કેસમાં ધરપકડ થયા પછી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરાયા છે અને ત્યાં સુનાવણી શરૃ થઈ છે. ઈ.ડી.એ. કોર્ટ સમક્ષ ૧૦ દિવસની રિમાન્ડની માંગણી કરી હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial