Advertisement
Author: નોબત સમાચાર

બાર એસો.એ આજે એસપીને પાઠવ્યું આવેદન

એડવોકેટની હત્યામાં સંડોવાયેલા બીજા આરોપીને પકડી પાડતી પોલીસ

જામનગર તા. ૨૨ઃ જામનગરના એડવોકેટની હત્યાના સંદર્ભે આજે બાર એસો. દ્વારા એસપીને આવેદન પાઠવાયું છે. જેમાં આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત સ્વરક્ષણના હથિયારનો પરવાનો મેળવવા ઈચ્છતા વકીલો માટે પોઝિટિવ અભિપ્રાય આપવાની માગણી કરાઈ છે. તે દરમિયાન પોલીસે આ ગુન્હાના વધુ એક આરોપીને પકડી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

જામનગરના એડવોકેટ હારૃનભાઈ પલેજાની ગઈ તા.૧૩ની સાંજે બેડી વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સે કરપીણ હત્યા નિપજાવી હતી. આ ગેંગના શખ્સ સામે નોંધાયેલી આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુન્હામાં ફરિયાદી તરફથી રોકાયેલા હારૃનભાઈ પર ખાર રાખી તેઓની હત્યા કરાતા જામનગર બાર એસોસિએશન દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ એડવોકેટની હત્યાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને જામનગરના બીજા વકીલની આવી રીતે આરોપીઓએ સરા જાહેર હત્યા નિપજાવી છે ત્યારે પીડિતોને ન્યાય અપાવવાના હેતુથી કામ કરતા વકીલોને નિશાન બનાવીને હુમલા કરાતા હોય, હત્યા નિપજાવાતી હોય ત્યારે વકીલો ડર કે ભય વગર ન્યાય અપાવવાની કામગીરી કેવી રીતે કરશે તે પ્રશ્ન રજૂ કરાયો હતો.

ત્યારપછી આજે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી મનોજ ઝવેરી, સહમંત્રી દીપક ગચ્છર તેમજ ગુજરાત બાર એસો.ના સદસ્ય મનોજભાઈ અનડકટ સહિતના અગ્રણી વકીલોએ જામનગરના એસપીને આવેદન પાઠવ્યું છે. જેમાં એડવોકેટ હારૃનભાઈની હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો મેળવવા ઈચ્છતા વકીલોના પોઝિટિવ અભિપ્રાય માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh