Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ગુંદલા પાસે મોટર પાછળ બાઈક ટકરાયુંઃ
જામનગર તા. ૨૨ઃ જામજોધપુરના શેઠવડાળા ગામથી ભોજાબેડી વચ્ચે અગિયાર દિવસ પહેલાં રિક્ષા આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો. તેમાં ઘવાયેલા યુવકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ભાણવડના ગુંદલા પાસે ગઈકાલે બપોરે એક મોટર પાછળ બાઈક ટકરાઈ પડતા બાઈકચાલક ભંડારીયા ગામના યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે બંને અકસ્માત અંગે કાગળો બનાવી તપાસ આરંભી છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં આંબેડકર ચોકમાં રહેતા ચિરાગભાઈ કરશનભાઈ ચાવડા ઉર્ફે ધનજીભાઈ ગઈ તા.૧૧ના દિને રિક્ષામાં ભોજાબેડી ગામ તરફ જતા હતા ત્યારે ૬૬ કેવી સબ સ્ટેશન પાસે રિક્ષા આડે શ્વાન ઉતરતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં બંને પગમાં ઈજા પામેલા ચિરાગ ભાઈને સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું સારવાર દરમિયાન બુધવારે રાત્રે મૃત્યુ થયું છે. તેમના ભાઈ કેતન ચાવડાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામના નારણભાઈ કરશનભાઈ ભાટીયા નામના યુવાન ગઈકાલે સવારે જીજે-૧૦-સીજે ૭૫૮૬ નંબરના બુલેટ મોટરસાયકલમાં ભાણવડ તાલુકાના ગુંદલા ગામ પાસેથી જતા હતા.
આ વળાએ ગુંદલાના પાટીયા નજીક જીજે-૩૭-જે ૬૮૪૩ નંબરની મોટર જતી હતી. તેની પાછળ નારણભાઈનું બાઈક કોઈ રીતે ટકરાઈ પડતા આ યુવાન ફેંકાઈ ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા નારણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તે મોટરમાં ભાણવડ તાલુકાના સણખલા ગામના વિક્રમભાઈ પરબતભાઈ કરમુર દ્વારકા જતા હતા ત્યારે પાછળથી આ બાઈક તેમની મોટરમાં ટકરાયું હતું. ભાણવડ પોલીસે વિક્રમભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial