Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા પટ્ટાવાળાઓની નિમણૂક થયા પછી ત્રણ-ત્રણ મહિના સુધી પગાર ચૂકવાયો ન હતો. આ ઉપરાંત જ્ઞાન સહાયકો પણ બે મહિનાથી પગારથી વંચિત હતાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી આચાર્યો કે.ડી. ગોકાણી, જગમાલભાઈ ભેટારીયા, ઈલેશભાઈ નકુમ, ગોજીયાભાઈ, બી.પી. સોનગરા, દિનેશભાઈ જોષી વિગેરેએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરતા ગાંધીનગરથી ખાસ ગ્રાન્ટ મંગાવી ફીકસ પગારવાળા કર્મચારીઓના પગાર બીલો બનાવી ટ્રેઝરીમાં મુકાયા છે. જ્ઞાન સહાયકોના પગાર પણ ગ્રાન્ટ આવતા ચૂકવાયા છે. નવા સીપીએફ કર્મચારીઓ માટે પ્રાન કીટ પ્રશ્નો હતો તેમાં નવી કીટો આપી જતાં પ્રશ્ન ઉકેલાયો છે. જિલ્લાના જે મેન્યુઅલ બીલો મુકાયા હતા તે અંગે પણ ગ્રાન્ટ આવી જતાં બીલો સપ્તાહમાં જમા થઈ જશે. ર૦ર૩-ર૪ ની ચાર હપ્તાની ઈન્ટરનેટ ગ્રાન્ટ પણ દરેક આચાર્યને મળી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial