Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે પક્ષમાં યોગ્ય સ્ટેન્ડ મળે, માન જળવાય તેમાં જોડાવાની ઈચ્છાઃ
ખંભાળિયા તા. રરઃ દ્વારકા જિલ્લાના અગ્રણી મુળુભાઈ કંડોરિયા પછી હવે એભાભાઈ કરમુરે પણ કોંગ્રેસ છોડી દેતા પક્ષને જિલ્લામાં ઉપરાઉપર બીજો ઝટકો લાગ્યો છે.
થોડા સમય પહેલા ભાજપના હાલના સાંસદ પૂનમબેન માડમ સામે ગત્ ર૦૧૯ ની લોકસભા કોંગ્રેસમાંથી લડનાર કોંગ્રેસ અગ્રણી મુળુભાઈ કંડોરિયાએ રાજીનામું કોંગ્રેસમાંથી આપી ભાજપમાં જોડાયા તે પછી હાલના સાંસદ પૂનમબેન માડમ ર૦૧૧ માં ધારાસભા લડીને રાજકારણમાં આવેલા ત્યારે તેમની સામે ધારાસભા લડેલા એભાભાઈ કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા દ્વારકા જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
એભાભાઈ કરમુરે એક મુલાકાતમાં જણાવેલ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને તમામ હોદ્દા પરથી રાજીનામું મોકલ્યું છે તથા કોંગ્રેસની દુકાન બંધ થવાની હોય ગામડાઓમાં કોંગ્રેસ પ્રત્યે એલર્જી તથા નારાજગીનું વાતાવરણ હોય અને કોંગ્રેસના પાયાના કાર્યકર અર્જુનભાઈ મોઢવાડિયા અને મજબૂત ધારાસભ્યો પણ પક્ષ છોડતા હોય, મેં પણ રાજીનામું આપ્યું છે.
એભાભાઈ કરમુરે જે પક્ષમાં યોગ્ય સ્ટેન્ડ મળે જ્યાં લોકોના કામ ટેકેદારોના કામ સાથે માન જળવાય ત્યાં જવા ઈચ્છા દર્શાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial