Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં નવનિર્મિત ચામુંડા માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સમસ્ત ડાંગર પરિવાર દ્વારા આયોજન

ધ્રોલ તા. ૨૨ ઃ ધ્રોલ તાલુકાના હમાપરમાં સમસ્ત ડાંગર પરિવાર દ્વારા નવનિર્મિત ચામુંડા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. ત્રિ-દિવસીય મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.

વવાણીયાના મહંત પૂ. પ્રભુદાસ ગુરુ જગન્નાથજી તેમજ જોડીયાના તારાણાના મોગલ માતાજી મંદિરના માતુશ્રી મુરીર્માંના હસ્તે મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ મહોત્સવમાં મહુવાના જાણીતા કથાકાર નાનાલાલ રાજ્યગુરુ સહિતના સંતો-મહંતોનું સામૈયુ અને સ્વાગત કરવામાં આવ્યું હતું. મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા, પૂજા-હવન, આરતી વગેરે યોજાયા હતાં. ડાંગર પરિવારના ભુવા નાજાભાઈ દેવરાજભાઈ ડાંગર, હીરાભાઈ મલાભાઈ મંઢ, આચાર્ય પરેશભાઈ ઠાકર દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

મહોત્સવના અંતિમ દિવસે જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ભજનિક પરેશદાન ગઢવીનો સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ અકિલા સાંધ્ય દૈનિકના મોભી કિરીટભાઈ ગણાત્રા, ધ્રોલ-જોડિયા-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર આહિર સેના જિલ્લાના પ્રમુખ અને આદેશ કન્સ્ટ્રકશનના સંચાલક ગીરીશભાઈ ડેર, ગુજરાત પ્રદેશ સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રમુખ વિજયભાઈ વાંક, કચ્છના જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ઘેલાભાઈ દાનાભાઈ, રાજકોટના બળદેવભાઈ ડાંગર, જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા, રાજકોટના સેવાભાવી તુલસીભાઈ ડાંગર સહિતના મહેમાનો અન્ય મહનુભાવો, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.

ધ્રોલના હમાપર ગામે ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસ સુધી હમાપરમાં ધુવાણાબંધ ગામ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોર અને સાંજના સમયે મહાપ્રસાદનું હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાંગર પરિવારના વડીલો, યુવાઓએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh