Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પદયાત્રીઓ માટે રિલાયન્સ ટાઉનશીપ પાસે તબીબી મદદ, ભોજન-વિશ્રામની સુવિધા સાથે ધમધમતો સેવા કેમ્પ

ગત્ વર્ષે કંપની દ્વારા યોજાયેલા કેમ્પનો ૮૦ હજાર લોકોએ લાભ લીધો હતોઃ છેલ્લા દસેક વર્ષથી ચાલી રહી છે સેવા

હોળી-ધૂળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા તરફ યોજાતા ફૂલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ ૧૭ માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે 'પદયાત્રી સેવા કેમ્પ' શરૃ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજ-પ્રસાદ, ચા-કોફી, નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા, ટોયલેટની સુવિધા તથા મોબાઈલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન કરાયું છે. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવે છે જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે. છેલ્લા એકાદ દશકથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત ર૪ કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નિવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે. ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો અંદાજે ૮૦,૦૦૦ જેટલા ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh