Advertisement
Author: નોબત સમાચાર

બોટમાં ચઢવા જતી વખતે પગ લપસતા દરિયામાં ખાબકેલા માછીમારનું મૃત્યુ

માથામાં પથ્થર વાગી જતાં થઈ હતી ઈજાઃ

જામનગર તા. ૨૨ઃ ઓખાના આર.કે. બંદર પર ગઈકાલે સાંજે એક માછીમાર બોટમાં ચઢતી વખતે પગ લપસતા દરિયામાં ખાબક્યા હતા. આ વેળાએ તેઓને માથામાં પથ્થર વાગી જતાં જીવલેણ ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના વેલજીભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ.૪૩) નામના કોળી યુવાન દરિયામાં ઉથલી પડયા હતા.

આ યુવાન ગઈકાલે સાંજે યશરાજ નામની બોટમાં આર.કે. જેટી પરથી ચઢી રહ્યા હતા ત્યારે પગ લપસી જતાં દરિયામાં ખાબક્યા હતા. આ વેળાએ નજીકમાં આવેલો પથ્થર તેમના માથામાં ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા વેલજીભાઈનું મૃત્યુ નિપજ્યાનું કાળુભાઈ ભાણાભાઈ મજીઠીયાએ પોલીસને જણાવ્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh