Advertisement
Author: નોબત સમાચાર

ખંભાલીડા ગામમાં ખેતર સ્થિત ઓરડીમાં જુગાર રમતા નવ શખ્સને પકડતી એલસીબી

પવનચક્કી પાસેથી વર્લીનું બેટીંગ લેતો શખ્સ ઝબ્બેઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના ખંભાલીડા ગામમાં એક ખેતરમાં ગઈરાત્રે જામેલી જુગારની મહેફિલ પર એલસીબીએ દરોડો પાડતા નવ પત્તાપ્રેમી પકડાઈ ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૃપિયા સવા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પવનચક્કી પાસેથી પોલીસે એક વર્લીબાજને ઝડપી લીધો છે. રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી ઝબ્બે લેવાયા છે.

જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હરદીપ બારડ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ સ્ટાફે રાત્રે પોણા વાગ્યે ખંભાલીડા ગામની તાળીવાડી સીમમાં આવેલા મહિરાજસિંહ જયવંતસિંહ જાડેજાના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

તે ખેતરમાં આવેલી ઓરડીમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મહિરાજસિંહ જયવંતસિંહ, ખેતુભા રામસંગ જાડેજા, કાનજી મગનભાઈ દલસાણીયા, કારાભાઈ ભીખાભાઈ ઝાપડા, કાંતિભાઈ ડાયાભાઈ ભીમાણી, નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા, ચેતન ત્રિકુભાઈ ભેંસદડીયા, શાંતિભાઈ બાવજીભાઈ ગડારા તથા જાદવજી જેસંગભાઈ બાંભવા નામના નવ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧,૩૮,૧૫૦, નવ મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૃા.૩,૨૮,૬૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં વર્લીના આંકડા લખતા નિરવ પ્રકાશભાઈ નંંંદા નામના શખ્સને સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી લઈ રૃા.૧૧૪૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh