Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિશ્ર ઋતુના પગલે રોગચાળો વધ્યોઃ
જામનગર તા. રરઃ જામનગર સ્થિત બાજરા સંશોધન કેન્દ્ર તરફથી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં. જેમાં નજીવા ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી અને ૧.પ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું. બીજા દિવસે પણ મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રીથી વધુ રહેતા બપોરે પ્રજાજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો. સવારે અને સાંજે અનુભવાતી ઠંડક અને બપોરે પડતા તાપના પગલે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, માથામાં દુઃખાવો, પાચનતંત્ર સંબંધિત સમસ્યાના કેસો વધારે નોંધાઈ રહ્યા છે. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા વધીને ૭ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial