Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે
જામનગર તા. ૩૧: રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડમાં જાડા, ડીઆઈ.એલ.આર. અને પી.જી.વી.સી.એલ. અધિકારીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ જામનગરમાં નાઘેડી ગામથી હાઈ-વે સુધી નવો માર્ગ બનાવવો, દરેડ ગામમાં હાઈ-વે સુધી સી.સી. માર્ગનું નિર્માણ કરવું, જાડાની સામાન્ય સભા બોલાવવી, નાઘેડીમાં ગટરના પાણીનો નિકાલ કરાવવો અને જિલ્લામાં મંજુર થયેલ વિકાસના કાર્યોની સ્થિતિ જાણી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.
તેમજ જિલ્લામાં રી સર્વે માપાણીની પેન્ડિંગ અરજીનો નિકાલ કરાવવો, ખેડૂતોના માપણીના પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ આવે, અરજી પછી કે.જે.પી. નોંધ બનાવવી, સર્વે નિયમિત થાય, રણજીતપર ગામના ૭ અરજદારોને જ્યોતિગ્રામ કનેક્શન ફાળવવા, જી.ઈ.બી. મીટર ફાળવવા, ધ્રોળ તાલુકાના ગામોમાં રસ્તાઓનું રી કાર્પેટીંગ કરાવવું, મા કાર્ડ, આધાર કાર્ડ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ કેમ્પનું આયોજન કરવું, જર્જરિત તળાવોનું રીપેરીંગ કરાવવું. રેનબસેરા બનાવવા, કોમ્યુનિટી હોલ બનાવવા, જિલ્લામાં નવા આયુર્વેદિક દવાખાનાઓ બનાવવા વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, જાડા, ડી.આઈ.એલ.આર., પી.જી.વી.સી.એલ. વિભાગ અને કલેક્ટર ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial