Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે સંસદમાં આપી માહિતીઃ
નવી દિલ્હી તા. ૩૧: દેશમાં એક વર્ષમાં ૩૦ લાખથી વધુ લોકોને કૂતરા કરડ્યા હતાં. ર૮૬ લોકોના મોત થયા હતાં. સરકારે સંસદમાં આ માહિતી આપી હતી.
ર૦ર૩ દરમિયાન કૂતરાના કરડવાના લગભગ ૩૦.પ લાખ કેસ નોંધાયા હતાં, જેના કારણે ર૮૬ લોકોના મોત થયા હતાં. સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલનસિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા સંકલિત રોગ સર્વેલન્સ-બેગ્રામમાં પ્રાપ્ત ડેટા મુજબ ર૦ર૩ દરમિયાન કૂતરા કરડવાના કેસોની સંખ્યા કુલ ૩૦,૪૩,૩૩૯ કેસ નોંધાયા હતાં. આ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાથી ર૮૬ લોકોના મોત થયા છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ તરફથી મળેલા રિપોર્ટ અનુસાર વર્ષ ર૦ર૩ દરમિયાન હડકવા વિરોધી રસીની સંખ્યા ૪૬,પ૪,૩૯૮ હતી. આરોગ્ય મંત્રાલય દેશમાં હડકવાના નિવારણ અને નિયંત્રણ માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧ર મી પંચવર્ષિય યોજનાથી રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે.
આ ઉપરાંત કૂતરાના કરડવાના કેસોને નિયંત્રિત કરવા માટે કૂતરાની વસતિનું સંચાલન એ એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે, એમ સિંહે જણાવ્યું હતું. આ સંદર્ભમાં ઘણી સ્થાનિક સંસ્થાઓ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ અને હડકવા વિરોધી રસીકરણનો અમલ કરી રહી છે, જેના માટે કેન્દ્ર સરકારે પશુ જન્મ નિયંત્રણ નિયમો ર૦ર૩ ઘડ્યા છે.
કેન્દ્ર સરકાર પશુ રોગ નિયંત્રણ માટે રાજ્ય સહાય હેઠળ પણ ભંડોળ પૂરૃં પાડે છે, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર હડકવા રસીકરણ માટે પણ ભંડોળનો ઉપયોગ કરી શકે છે. આ બધાની વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા ખરેખર આશ્ચર્યજનક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial