Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન
જામનગર તા. ૩૦: શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરના શિવમંદિરમાં શ્રાણવ માસ દરમિયાન દરેક સોમવારે અને અમાસના દિવસે શિવના જુદા-જુદા રૂપનું દર્શન અને ઝાંખીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં જંગલેશ્વર મહાદેવ, બરફાની બાબા, બાર જ્યોતિર્લિંગ, પાણીના શિવલીંગ અને અઘોરી બાબાના વિવિધ રૂપની જુદી-જુદી ઝાંખી ગોઠવવામાં આવશે.
વિશેષમાં શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી શક્તિપીઠમાં તા. ૧૯-૦૮-૨૪ને સોમવારે રક્ષાબંધનના સવારે ૮ થી ૧૦ દરમિયાન ગાયત્રી શક્તિપીઠ ત્રિપદા ભવનમાં જનોઈ બદલાવવનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા માટે ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં નામ તા. ૧૭-૦૮ સુધીમાં નોંધાવી જવા શ્રી ગાયત્રી શક્તિપીઠએ જણાવ્યું છે.
તા. ૨૬-૦૮ને સોમવારે જન્માષ્ટમીના રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના ત્રિપદા ભવનમાં ભજન, કીર્તન, સત્સંગ, રાસ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial