Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં નંદી તથા ભૂતવડમાં અજગરનું રેસ્ક્યુ

ખંભાળીયા તા. ૩૧: ખંભાળીયામાં જડેશ્વર સામે રેલવેના અંડરબ્રીજ પાસે પાણી નિકાલની ઉંડી સ્ટ્રેન્ચમાં પડી ગયેલા નંદીને ન.પા.ના ફાયર વિભાગના મીતરાજસિંહ પરમાર તથા જવાનોએ જેસીબીની મદદથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ભાણવડના ભૂતવડ પાસેના એક ખેડૂતોના રહેણાંક મકાનો નજીક બરડા ડુંગરમાંથી આઠ ફૂટ લાંબો અજગર આવતા દોડધામ મચી ગઈ હતી. ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના સ્વયંસેવકોને જાણ થતાં આ અજગરનું રેસ્ક્યૂ કરી બરડા ડુંગરમાં સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh