Advertisement
Author: નોબત સમાચાર

દખણાદાબારા તથા વડત્રા અને બેહ ગામમાં જુગારના ત્રણ દરોડામાં ૧૮ પત્તાપ્રેમી પકડાયા

ત્રણેય સ્થળેથી રોકડ, મોબાઈલ, ગંજીપાના સહિત રૂ. ૬૫ હજારનો મુદ્દામાલ કબજેઃ

       જામનગર તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નજીકના દખણાદા બારા ગામમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સ ઝડપાયા હતા. વડત્રા ગામમાંથી સાત અને બેહ ગામમાંથી પાંચ પત્તા પ્રેમીને ઝડપી લીધા હતા. ત્રણેય સ્થળેથી કુલ રૂ. ૬૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ૫ાસે દખણાદાબારા ગામમાં ગઈકાલે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે એક વાગ્યે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે તીનપત્તી રમતા અનોપસિંહ માડમજી જેઠવા, હરપાલસિંહ હરિસિંહ જાડેજા, રવિરાજસિંહ દોલુભા જાડેજા, વિજયસિંહ કેશરજી જાડેજા, નરેન્દ્રસિંહ રૂપસંગજી ચુડાસમા, જયેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૧૦૧૦ કબજે કર્યા છે.

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં સોમવારે રાત્રે તીનપત્તી રમતા રણજીતસિંહ જીવુભા જાડેજા, હરદેવસિંહ અજીતસિંહ જાડેજા, જયદીપસિંહ રતુભા જાડેજા, પ્રવીણસિંહ સુરૂભા જાડેજા, રઘુવીરસિંહ જીલુભા જાડેજા, અજીતસિંહ નાથુભા જાડેજા નામના સાત શખ્સને પોલીસે રૂ. ૪૦૨૦૦ રોકડા સાથે પકડી પાડ્યા હતા. ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા લાખાભાઈ મંગાભાઈ સંધીયા, વરજાંગ કરશનભાઈ સંધીયા, લુણાભાઈ વાલાભાઈ સંધીયા, પાલાભાઈ મંગાભાઈ સંધીયા, દેવીયાભાઈ વીરાભાઈ ગઢવી નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૧૦૦૭૦ રોકડા, બે મોબાઈલ ઝબ્બે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh